Astrology

હાથની રેખાઓ બદલાય છે? ByB રાકેશ દેસાઈ

રાકેશ રજનીકાંત દેસાઈ

રાકેશભાઈને નાનપણથી હસ્તરેખાનો શોખ હતો, હસ્તરેખા શીખવા માટે તેઓ ખુબ મુશ્કેલીઓ પડી છે અને હસ્તરેખાશાસ્ત્રના જીવનમા બે વ્યક્તિઓ તેમના માટે પ્રેરણાદાયક રહેલા છે .  1) સ્વ.શ્રી એન. બી પરમાર –રાજકોટ  2) શ્રી ઉપેન્દ્રસિહ ભદોરિયા. આ બન્ને  ગુરુજનને કારણે  હસ્તરેખાશાસ્ત્ર સમજવામા સરળતા પડી.  રાકેશભાઈને જુદી જુદી પામર પેટર્ન અને ફિગર પેટર્ન ભેગી  કરી તેમાથી સંશોધન કરવાનો શોખ છે ડીઝીટલ કેમેરાની મદદથી હાથના ફોટોગ્રાફસનુ  ખૂબ મોટુ કલેક્શન તેમની પાસે છે.  એક સરખો   વ્યવસાય  કરતી જુદી જુદી વ્યક્તિઓના હાથના ફોટાઓનું  કલેકશન છે તેમા ડૉક્ટરો, જાદુગર, ક્રિકેટરો, ઉદ્યોગપતિ, જ્યોતિષો, રાજકારણ, પોલીસખાતા, ફિલ્મ ક્ષેત્રે, સર્કસના વ્યક્તિઓ તથા આધ્યાત્મિક વ્યક્તિઓ  વગેરે ખ્યાતનામ વ્યક્તિઓના હાથના ફોટોગ્રાફસ અને એક સરખી બાબતોની તકલીફોમાથી પસાર થયેલ વ્યક્તિઓના હાથ જેવાકે લગ્નજીવન સંબધીત , અંધ વ્યક્તિઓ, એક જ પ્રકારના રોગ ધરાવતા,આર્થિક મોટુ નુક્શાન કરનારવ્યક્તિ, ગુનેગાર,જોડીયા બાળકો, તાજા જન્મેલ બાળકો , કુટુંબની ચાર થી પાંચ પેઢીના વ્યક્તિઓના હાથના ફોટોગ્રાફસ તેઓની પાસે છે. ભારતીય જ્યોતિષ સંસ્થાનમા રાકેશભાઈ હસ્તરેખાના શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. હસ્તરેખામા  સંશોધન કરી રહ્યા છે. ઈમેલ

મિત્રો આપણે જાણીએ છીએ કે હસ્તસામ્રુદ્રિકના એક ભાગરૂપ હસ્તરેખા દ્રારા આપણે જાતકના જીવનનુ ફળ કથન કરતા હોઈએ છીએ. ઘણા મિત્રો ના હાથ જોતા તેઓ મને કહે છે કે મારી આ રેખા પહેલા નહોતી હવે દેખાય છે.

હાથની બાબતો વિશે જોઈએ તો બાળક જ્યારે માતાના ગર્ભમા ચાર માસનુ થાય છે ત્યારે તેમા પામરપ્રીંન્ટ અને ફિંગર પેટંન્ટ બનવાની શરૂઆત  થતી હોય છે, આ ફિંગર પેટંન્ટ અને પામરપ્રીંન્ટ જીવન પર્યાત કોઈ બદલાવ આવતો નથી. તે રેસાઓને  આપણે રેઝીસ ( Papillary Ridges) ના નામથી ઓળખીએ છીએ તમને ખ્યાલ હશે કે  ફિંગર પેટંન્ટનો ઉપયોગ વ્યક્તિની ઓળખ તરીકે પણ થાય છે એટલેકે જમીનના દસ્તાવેજના  કામકાજ  અંગે અને ગુનેગારની ઓળખમાટે વગેરે ગવર્મેન્ટ કામકાજ અંગે થાય છે. હાથની આ પેટંન્ટ અને  રેખાનો સંબન્ધ  જીન્સ સાથે છે જાતકની હાથની પ્રીન્ટ મોટે ભાગે માતા પિતા સાથે મળતી આવતી હોય છે.

તાજા જન્મેલા દરેક બાળકોના હાથ જોશો તો તેઓની આગળીઓ કોમળ હોય છે તેઓની આગળીઓ સાંધા ગાંઠ રહિત  મુળમા જાડી મૂળમાં જાડી અને અંણિયાળી આંગળી હોય છે, અંગૂઠો મૂળમાં જાડો અને ભારે, અંગૂઠાનો  નખ વાળો વેઢો નાનો અને અવિકસિત હોય છે હાથની ત્વચા પારદર્શક જેવી, હાથમા  લચીલુપણું હોય છે. હવે બાળ

જેમ જેમ મોટો થાય છે તેમ તે કેવા વાતાવરણમા મોટો થાય છે તેની સમજ શક્તિ પ્રમાણે  હાથમા આંગળીઓ અને હાથના પ્રકારમા ફેરફાર  જોવા મળે છે.બાળકની માનસિક્તા જે લાંબાગાળાના વિચાર તરફ વળે છે તેના હાથમા ફેરફાર જોવા મળે છે. હાથમા સૌથી વધારે ચેતાતતું કોષો આવેલા છે, દરેક પ્રવ્રુતિમા હાથની જરૂર પડે છે. મગજનો સૌથી આજ્ઞાકારી નોકર હોય તો તે હાથ છે. મગજ હજી તે તરફ વિચારે છે તે ક્ષણે હાથ સૌ પ્રથમ તે દિશામા આગળ વધશે અને દરેક પ્રવ્રુતિમા હાથ જોડાશે, આમ આ રીતે હાથમા શારીરિક કાર્ય ધ્વારા અને માનસીક વિચારો ને લીધે હથેળીમા આંગળીઓ, હાથના પ્રકારમા અને રેખાઓમા બદલાવ જોવા મળે છે

હવે આપણે તે તરફ જોઈએ કે કયા હાથમા જલ્દીથી બદલાવ આવશે ? તો આપણે જુની કહેવત યાદ કરતા જડ પ્રક્રુતિનો માણસ હોય તો તેને ઘણુ સમજાવવા છતા તે માનતો ન હોય તો તેમના માટે  કહેવાય કે જાડી ચામડીનો છે. મિત્રો પૂર્વજોએ એવા ઘણા સામ્રુદ્રિક જોડકણા-ટુચકાઓ બનાવ્યા છે જે અનુરૂપ  લોકોના  સ્વભાવની ચાડી ખાતુ હોય છે. અહી આપણે જાડી ચામડીના સ્વભાવની બાબત જોતા તેઓમા સમય બદલાય તેમ નવી પ્રવ્રુતિ કે કાર્ય  કરવુ અઘરું પડે, એક સાથે બે પ્રવ્રુતિ કરવી અઘરી પડે, તેઓ જવાબદારીથી વિમુખ રહે છે, સ્ટિરિઓ ટાઈપની  પ્રવ્રુતિઓ જ કરવી ગમે , અચાનક કોઈ કાર્ય કરવાનું આવે તો તે તરફ વળવું તેઓ માટે અઘરું પડે છે. જ્યારે પાતળી ચામડીવાળી વ્યક્તિ માટે તે બાબત સહજ હોય છે એટલે કે પાતળી ચામડીવાળી વ્યક્તિઓ તેના વિચારો સહજ રીતે બદલતા હોવાને કારણે તેઓના હાથમા રેખાનુ આવન જાવન વધારે  જોવા મળે છે. મુખ્ય રેખાઓમાં જીવનરેખા, મસ્તકરેખા અને હદયરેખા ના રૂટમા ફેરફાર ઓછો જોવા મળે છે પણ તેને કાપતી રેખા કે તેમાંથી નીકળતી રેખાનું આવન જાવન રહે છે.અને મુખ્યરેખા સિવાયની ગૌણરેખાઓ અને તેનાથી બનતા ચિન્હોમાં બદલાવ થતો રહે છે. એક બાબત એ પણ યાદ રાખવા જેવી છે કે  જીવનની બનતી ઘટનાઓ જો જાતકની માનસિકતા ને  અસર કરે તો જ તે રેખા હાથમા દેખાય છે દા.ત. જાતકના જીવનમા કોઈ નજીકની વ્યક્તિનુ મરણ થાય પણ તેના હોવા નહોવાથી જાતકની માનસિકતા પર કોઈ ફરક પડતો નથી તો તેના હાથમા પણ કોઈ ફરક પડતો નથી

હસ્તરેખાનું  કલેકશન છાપ દ્રારા, ડીજિટલ કેમેરા દ્રારા, અને સ્કેન દ્રારા અલગ અલગ રીતે લોકો સાચવતા હોય છે.  ઘણા હસ્તરેખાશાસ્ત્રીઓનુ કહેવું છે કે હાથની રેખા બદલાતી નથી. તેઓનુ  એવુ સુચન છે કે   જો તમે હાથની પ્રિન્ટ છાપ દ્રારા લઈ લેતા  નરી આખે ન જોઈ શકાય તે  બધી રેખાઓ  આવી જાય છે. તેઓ એમ સમજાવે છે કે  આવનારી બધી રેખા  નરી આખે ન જોઈ શકાય તેવી હોય છે માટે રેખા બદલાય તે તમારો ભ્રમ છે  જે  પ્રિન્ટ છાપ લેતા બધી જ રેખાઓ આવી જાય છે. પણ તે સત્યથી વેગળુ છે

હાથનીરેખા બદલાશે  તે ઘણી વખતે હાથમા જોઈ શકાય છે હાથમા તે સમય દરમ્યાન રેખા એક શેડ રૂપે જોવા મળે છે તે જગ્યા પર આંગળી વડે ઘસતા અથવા બે ત્રણ વખત સહેજ દબાવી છોડી દેતા તે રેખા ઘાટી દેખાશે

આ રેખા  આગળ જલ્દીવધશે કે કેમ તે માટે જો રેખાની દિશા અને રેઝીઝની દિશા એક તરફ હોય તો તે રેખાનો  વિકાસની ખુબજ જલ્દી થાય છે જે અહિઆપેલ ચિત્રમા એરો દ્વારા દર્શાવેલ છે. હાથ પરથી જાતકના નજીકના ભુતકાળ અને નજીકના ભવિષ્યકાળ વિશે સરળતાથી કહી શકાય છે.

હાથમા આડી રેખાઓ ખૂબ જ પડેલી હોય તો તે જાતકની વિચારશર્ણી નકારાત્મક હોય છે તેઓનુ મગજ રાત દિવસ ચાલતુ  રહે છે તેઓમા તાજગી ઓછી જોવા મળે છે. અને યુવાનોમા આ રેખાઓ ભાગ્યરેખાને વધારે કાપતી આડી રેખાઓ હશે તો તે ઓ એક સાથે બે ત્રણ એજ્યુકેશની લાઈન પકડતા હોય છે  ચોક્ક્સ એક લાઈન પકડતા નથી અને પછી અસમજસમા મુકાય છે.

 

અહીં એક નમુના રૂપે મારા પુત્રના ડીજિટલ કેમેરાથી લીધેલ  ફોટો કોપી આપેલ છે જેનો તા.16.08.2006મા ફોટો લીધેલ ત્યારે  તે વખતે 9 વર્ષનો હતો તે વખતે તે વારંવારં ગરમ થઈ જતો હતો અને ભણવામા તે ખુબ જ બે કાળજી રાખતો હતો અને તેના 70%  માર્ક આવતા હતા તે 2006 ના ફોટામા જોશો તો તેની ભાગ્યરેખા દેખાતી નથી અને તેની મસ્તક રેખા સારી એવી તકલીફ વાળી છે.ત્યાર બાદ તેને  ધીરે ધીરે સમજણ આપતા તેના ગુસ્સામા (ટેમ્પરામેંન્ટ) બદલાવઆવવા માડ્યો અને  ટ્યુશન રખાવી ભણવામા  મહેનત કરાવતા તેનામા સારો બદલાવ આવ્યો અત્યારે તેના 85% જેટલા માર્ક આવે છે તેની તા.12.11.2008 મા  ફોટો લેતા તેની ભાગ્યરેખા અને મસ્તકરેખામા સારુ પરિવર્તન જોઈ શકો છો. આવા ઘણા હાથના કલેક્શન મારી પાસે છે તે તમે મારી વેબ સાઈડ પર જોઈ શક્શો .